યમરાજ આવવાં એટલે સાક્ષાત મૃત્યુ આવવું. ઘણાં લોકો એવાં હોય છે કે જેમને પોતાના મોતની કે પરિવારનાં અન્ય સભ્યોની મોતનો ડર સતાવતો રહે છે. મૃત્યુના આ ભયને દુર કરવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો આપ્યા છે. આ ઉપાયોમાંથી એક છે ઘરમાં તુલસીનો છોડ લગાડવો.
શાસ્ત્રોમાં તુલસીનો અનેરો મહિમા વર્ણવામાં આવ્યો છે.
तुलसीकाननं चैव गृहे यस्यावतिष्ठते।
तद्गृहं तीर्थभूतं हि नायांन्ति यमकिंकरा:।
तुलसीमंजरीभिर्य: कुर्याद्धरिहर्रानम्।
न स गर्भगृहं याति मुक्तिभागी भवेन्नर:।।
વેદપુરાણમાં આપેલ આ શ્લોકનો અર્થ છે – જે વ્યક્તિનાં ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘર તીર્થ સમાન હોય છે. ત્યાં મૃત્યુનાં દેવ યમરાજ આવતા નથી. જે મનુષ્ય તુલસી મંજરી શ્રી હરિની પૂજા કરે છે તે મોક્ષને પામે છે. તેને ફરી જન્મ લેવો પડતો નથી. આ શ્લોકથી સ્પષ્ટ છે કે તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
અહીં યમરાજ કે યમદુતથી તે તાત્પર્ય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હશે ત્યાં રહેનારા લોકોનું જીવન સ્વર્ગ સમાન હશે. તુલસીનાં પ્રભાવથી ઘરમાં દરેક સુખ-સુવિધા રહેશે. કોઇપણ પ્રકારનાં મૃત્યુનો ભય નહીં રહે.તુલસીનો છોડ ઘરમાં હોય તો વાતાવરણમાં સ્થિત ઘણાં જીવાણુ નષ્ટ થાય છે. વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘણાં વાસ્તુદોષનું નિવારણ કરે છે.
No comments:
Post a Comment