Tuesday, 13 September 2011

જીવનમાં અઢળક રૂપિયા કમાજો, પણ આટલું ધ્યાન જરૂર રાખજો

- સંસારમાં સંપત્તિ મેળવવી તે ધર્મ સમ્મત છે. ગડબડ તેના ઉપયોગ-દૂરઉપયોગમાં છે
- ભક્ત ધનવાન હોય તો સુખી અને શાંત પણ રહેશે


જો માછલીઓ મોં ન ખોલે તો ક્યારેય કાંટામાં ન ફસાય. તેઓ જેવી આટો(લોટ) ખવા લપકે છે ને તે કાંટામાં ફસાઈ જાય છે. જો માછલી જાણી જાય કે આટાની પાછળ કાંટો છે, તો તે ક્યારેય આટો નહીં ખાય અથવા સાવધાનીથી આંટો ખાશે. માછીમાર જાણે છે કે આટાની આડમાં કાંટો કેવો પોતાનું કામ કરી જાય છે.



આ આપણા જીવન સાથે આવુ પણ થાય છે. વૈભવના આટામાં વિલાસ નામનો કાંટો છે. પોતાની દેહ-શુદ્ધિના કૌશલથી કાર્ય કરી જે સિદ્ધિ મેળવી શકાય છે તેને જ વૈભવ-સમ્પત્તિ કહેવામાં આવે છે. સંસારમાં સંપત્તિ મેળવવી તે ધર્મ સમ્મત છે. ધનમાં મેળવવામાં કોઈ જ ખરાબી નથી. ગડબડ તો તેના ઉપયોગ અને દૂરઉપયોગમાં છે. ખૂબ જ ધન કમાવું હોય તો વધુ પરિશ્રમ, દક્ષતાનો ઉપયોગ કરવો પડશે. હરામખોરીથી, અનુચિત રસ્તાઓ અપનાવી, આંધીની દોડમાં વધુ ધન કમાવાના નશામાં જ્યારે સમ્પન્નતાને ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તે એક દિવસ આટા પછી કાટાં જેવી સ્થિતિ રહેશે.

ધન કમાતી વખતે ઉત્સાહ, દક્ષતા અને ચૈતન્યતા એક સાથે ટકાવી રાખો. પરિશ્રમમાં લોભની વૃત્તિ આવતા જ કાંટો પોતાનું કામ શરૂ કરી દે છે. એટલે જેની પાસે ખૂબ જ ધન-દોલત છે તેઓ પણ ક્યાંક પરેશાન તો હોય જ છે. તેમના જીવનમાં અશાંતિનો કાંટો છે. સુખની પથારી છે પણ ઊંઘ તો ગાયબ હોય છે. ધર્મ કહે છે કે, ધન ભોગની નહીં ભક્તિની વૃત્તિથી કમાવું જોઈએ. ભક્તિ ભાવના આવતા જ સુખી મીન જે નીર અગાધા(જલ મે રહકર મછલી પ્યાસી) ની સ્થિતિ આવી જાય છે. જે માછલીઓ સુખી છે જે પ્રભુકૃપાના ઊંડા પાણીમાં છે. ભક્ત ધનવાન હોય તો સુખી અને શાંત પણ રહેશે. પછી ભગવાન જ તેના આટાનું અને કાંટાનું બંનેથી રક્ષણ કરશે.

No comments:

Post a Comment