Tuesday, 13 September 2011

પિતૃઓનું ઋણ ચુકવવાનો સમય છે શ્રાદ્ધ પક્ષ


- શ્રાદ્ધમાં પિતરો, પુત્ર-પૌત્રાદિ અમને પિંડદાન તથા તિલાંજલી પ્રદાન કરી સંતુષ્ટ કરશે તેવી આશાની સાથે પિતૃલોકથી પૃથ્વીલોક ઉપર આવે છે

ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષના પંદર દિવસ પિતૃપક્ષના નામે ઓળખવામાં આવે છે. આ પંદર દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે અને તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. પિતરોનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચૂકવવામાં આવે છે. આ વખતે શ્રાદ્ધ પક્ષની શરૂઆત 12 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહી છે તથા સમાપન 27 સપ્ટેમ્બર, મંગળવારે થશે.

પિતૃપક્ષ શ્રાદ્ધ માટે નિશ્ચિત પંદર તિથિઓનો એક સમૂહ છે. વર્ષના કોઈપણ મહિના તથા તિથિઓમાં સ્વર્ગવાસી થયેલા પિતરો માટે પિતૃપક્ષની તે તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. પૂનમ ઉપર દેહાંત હોવાથી ભાદરવા શુક્લ પૂર્ણિમાએ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે મહાલય(શ્રાદ્ધ)ની શરૂઆત માનવામાં આવે છે. શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી જે કંઈ આપવામાં આવે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃગણ આખા વર્ષ સુધી ખુશ રહે છે.

ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, પિડદાન કરનાર ગૃહસ્થ દીર્ધાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, પુષ્ટિ, બળ, લક્ષ્મી, પશુ, સુખ-સાધન તથા ધન-ધાન્ય વગેરે પ્રાપ્ત કરે છે. શ્રાદ્ધમાં પિતરોની આશા રહે છે કે આપણા પુત્ર-પૌત્રાદિ અમને પિંડદાન તથા તિલાંજલી પ્રદાન કરી સંતુષ્ટ કરશે. આ આશાની સાથે જ તેઓ પિતૃલોકથી પૃથ્વીલોક ઉપર આવે છે. એટલા માટે પ્રત્યેક હિન્દુ ગૃહસ્થને પિતૃપક્ષમાં શ્રાદ્ધ ચોક્કસપણે કરવું જોઇએ.

No comments:

Post a Comment