Tuesday, 13 September 2011

નસીબનાં સંકેતને જાણો, ક્યારે શરૂ થવાનો છે તમારો ખરાબ સમય

જ્યોતિષ અનુસાર સારા કે ખરાબ દિવસો શરૂ થતાં પહેલા દરેક વ્યક્તિને તે પૂર્વે જ સંકેત મળવા લાગે છે. 


જો સારા દિવસો આવવાનાં હોય તો તે અંતર્ગત અમુક સારા અને શુકનિયાળ સંકેત મળવા લાગે છે અને જો ખરાબ દિવસો આવવાનાં હોય તો તે પૂર્વે જ અશુભ સંકેત મળવા લાગે છે.




જાણો ખરાબ સમય શરૂ થતાં પહેલા કયા સંકેત મળે છે.

 





- જો ઘરનાં સભ્યોમાં અચાનક મનભેદ થવા લાગે તો સમજવું કે અમુક જ દિવસોમાં ધનહાનિ થઇ શકે છે.

- જો ઘરનાં કોઇ સભ્યથી સોનું ખોવાઇ જાય તો તે મહિનામાં કંઇક ખરાબ થઇ શકે છે.

- જો કુતરૂ તમારા ઘરની તરફ મો કરીને રોવા લાગે તો સમજવું કે આવનાર સાત દિવસો તમારા માટે સારા નથી.

- જો તમારૂ કુતરૂં ખોવાઇ જાય કે મરી જાય તો સમજવું કે ખરાબ દિવસો આવવાના છે.

- જો ઘરમાં તેલનાં સંબંધિત નુકસાન થવા લાગે તો સમજવું જોઇએ કે શનિનાં કારણે ખરાબ દિવસ શરૂ થવાના છે.

- જો તમારા ઘરની બહાર કાળા કુતરાઓ ઝઘડવા લાગે અને ખંજવાળતાં દેખાય તો તે અશુભ સંકેત છે.

- ઘરમાં કોઇ માંગલિક કાર્ય થવાનું હોય અને કોઇ સભ્ય બીમાર હોય તો સમજી લેવું જોઇએ કે કંઇક અમંગળ થવાનું છે.

No comments:

Post a Comment